પ્રગતિશીલ દૂધ ઉત્પાદક ગીતાબેન અનિલભાઈ દુધાત્રા

Share:પશુપાલન ના વ્યવસાય ને બનાવ્યું સરળ અને આવક નો સ્ત્રોત

ગીતાબેન અનિલભાઈ દુધાત્રા રાજકોટ તાલુકા ના વેજાગામ ના રહેવાશી છે જે આજે પશુપાલન ના વ્યવસાય દ્વારા વર્ષે લગભગ ૧૦૦૦૦૦ ની આવક ધરાવે છે.  ગીતાબેન ના લગ્ન ને લગભગ 13 વર્ષ થઈ ચુક્યા છે. લગ્ન ના શરૂઆત ના સમય માં ગીતાબેન તેમના પતિ અનિલભાઈ સાથે સુરત શહેર માં રહેતા હતા. અનિલભાઈ હીરા નું કામ કરતા હતા.થોડા સમય બાદ ગીતાબેન ના સસરા એક ગંભીર બીમારી માં સપડાયા અને બીમારીમાં મૃત્યુ પામ્યા, આથી ગીતા બેન તથા તેમના પતિ સુરત છોડીને વેજાગામ ગયા. પરીવાર ની સંપૂર્ણ જવાબદારી ગીતાબેન તથા તેમના પતિ અનિલભાઈ પર આવી ગઈ.  તેમની પાસે  6 વીઘા જમીન હતી તેથી તેમને પોતાના પરીવાર નું ગુજરાન ચલાવવા  ખેતીવાડી કરવાનું શરૂ કર્યું.  પૂરતી આવક પ્રાપ્ત ન થતા તેમને બીજાની 100 વીઘા જમીન વાવવા રાખવાનું શરૂ કર્યું આમ તેમનું અને તેમના પરીવારનું ગુજરાન ચાલતું હતું. થોડા સમય બાદ તેમના ઘરે પુત્ર નો જન્મ થયો. હવે આટલી આવકમાં પરીવાર ની જરૂરિયાત પુરી ન થતી હોવાથી આવક નો નવો સ્ત્રોત ઉભો કરવાનું એમને વિચાર્યું. ખેતીવાડી ની આવક સિવાય ક્યાંથી આવક મેળવવીએ મોટો પ્રશ્ન હતો કેમકે બંને પાસે પૂરતા શિક્ષણનો અભાવ હતો.

તેમને પશુપાલન દ્વારા આવક મેળવવાનો પ્રયાસ કર્યો શરૂઆતમાં તેમને ઘણી તકલીફ પડી પૂરતા પ્રમાણ માં માર્ગદર્શન ના હોવાથી તેમને  નફો પ્રમાણ માં ઓછો મળતો હતો. એક દિવસ વેજાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા એક પશુપાલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગમાં ગીતાબેને પશુપાલન પોસાતું નથી નફો મળતો નથી તેવા અનેક પ્રશ્નો કરી વિરોધ કર્યો હતો. તેમને 2 ગાય થી પશુપાલન ની શરૂઆત કરી હતી. દૂધ મંડળીના મંત્રી જીતુભાઈ ભાલાળા, પ્રમુખ મનીષભાઈ ભાલાળા અને અનિલભાઈના મિત્ર પશુ ડોક્ટર અરવિંદભાઈ અને રાજકોટ ડેરીના સાહેબો અને બેહેનો ના માર્ગદર્શન હેઠળ તેમને પશુપાલન માં નફાકારકતા કેવી રીતે વધારવી તેની જાણકારી મેળવવાનું શરુ કર્યું. તેમણે ખેતી ની ઉપજ તથા પશુપાલની આવક નો હિસાબ કર્યો, પશુપાલનના વ્યવસાય માં ઓછી મહેનતે નફો વધુ મળતા તેમણે પશુપાલન ના વ્યવસાય ને આગળ વધારવાનું નક્કી કર્યું.તેમણે એક આધુનિક અને વૈજ્ઞાનનિક ઢબે તબેલા નું બાંધકામ કર્યું. આજે એકજ  વર્ષ માં તેમની પાસે 35 પશુ છે અને મહિનામાં અંદાજે ૯૫૦૦૦ થી ૧૦૦૦૦૦ સુધી ની આવક થાય છે તેમાંથી ખર્ચ કાઢતા ૪૫૦૦૦ થી ૫૦૦૦૦ રૂપિયાની ની ચોખ્ખી આવક થાય છે. અને આજે ઘણા લોકો ગીતાબેન ના તબેલા ની મુલાકાત લેવા અને માર્ગદર્શન મેળવવા માટે આવે છે. ગીતાબેન દરેક મહિલા માટે એક પ્રેરણા છે. તેમણે પોતાની હિમંત અને જ્ઞાનથી પશુપાલનના વ્યવસાય માં એક આગવી ઓળખ ઉભી કરી છે.

No comments