પશુપાલનના ઉદ્યોગમાં પ્રેરણાસ્રોત આણંદના ચંદ્રિકાબેન: મહિને કરે છે લાખો ની કમાણી

Share:પશુપાલન ના વ્યવસાય ને બનાવ્યું સરળ અને આવક નો સ્ત્રોત

કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કેહવત ને મુજકુવા ગામ , આણંદના ચંદ્રિકાબેન પઢીયારે સાર્થક કરી છે. ચંદ્રિકાબેન એક સયુંકત કુટુંબ માં રહે છે. પોતાની આગવી સુજ્ બુજ અને મેહનત થી ખેતીવાડી તથા પશુપાલન વ્યવસાયમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.

ધો. 7 પાસ આ મહિલા પશુપાલનના વ્યવસાય દ્વારા મહિને લાખો રૂપિયાનો ચોખ્ખો નફો મેળવે છે. એક બાદ એક એમ કરીને આજે તેમની પાસે 18 ગાયો, 4 ભેંસ, અને 5 પાડીઓ છે. તેમના પરિવાર પાસે કુલ 40 વીઘા જમીન છે જેમાંથી 3 વિઘાનો પશુ માટે ના ઘાસચારા માટે ઉપયોગ કરે છે. તેઓ તબેલા અને ઘરવપરાશ માં વીજળી ની જરૂરિયાત પુરી કરવા કુદરતી ઉર્જા (સોલાર પેનલ ) નો ઉપયોગ કરે છે. તેઓ 10 સોલાર પેનલ નો ઉપયોગ કરી મહિને 12000 થી 15000 વીજઉત્પાદન માંથી મેળવે છે.

પશુ પાલન કરતા દરેક પશુપાલક ને હંમેશા બે સમસ્યા હોય છે એક ઘાસચારા ની અને બીજી છાણ નિકાલ ની પરંતુ ચંદ્રિકાબેન બાયોગૅસ પ્લાન્ટ દ્વારા પશુઓ ના મળમૂત્ર નો પણ સદુપયોગ કરે છે. આ ગેસ તેઓ ઘરવપરાશ તથા પશુઓના ખોરાક બનાવવા માટે કરે છે. બાયોગૅસ માંથી વધેલા કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવી ખેતીમાં ઉપયોગ કરે છે.

પશુપાલન વ્યવસાય સહેલો નથી પણ પોતાની કાર્યદક્ષતાના સહારે તેઓ એ આ કામ સફળ રીતે કરી બતાવ્યું છે. પશુઓનું સમયાંતરે રસીકરણ , વેટરનરી તપાસ કે પશુઓને ઘાસ નીરણ કરવાનું હોય આ બધુજ કામ ચંદ્રિકાબેન ઉત્સાહપૂર્વક કરે છે. તેમણે નારી શક્તિ ઈચ્છે તો કેવીરીતે આગળ વધી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તેમના પરિવારનો પણ તેમની આ સિદ્ધિ પાછળ એટલો જ સહકાર છે.

આવા , લેખ વાંચવા માટે અમારી વેબસાઈટ blog.promptamcs.com ને જોતા રહો, જો તમારી પાસે પણ આવી કોઈ રસપ્રદ સફળ ગાથા હોય તો અમને લખી info@promptamcs.com પર મોકલાવો તમે આ 7573001132 નંબર પર WhatsApp પણ કરી શકો છો.

No comments