સમતોલ આહાર દૂધ ઉત્પાદન વ્યવસાયમાં વધુમાં વધુ ખર્ચ ખોરાકનો થાય છે. દુધ ઉત્પાદનની પડતર કિંમતમાં પ૦ થી ૬૦% ખર્ચ ખોરાક પાછળ થાયી છે. દૂધાળ પશુને કોઈ એક જ પ્રકારનો ખોરાક પર આખા વેતર દરમ્યાન રાખવાથી તેની પોષણની જરૂરિયાત સંતોષાતી નથી. પાનાં ખોરાકની જરૂરિયાત તેના શારીરિક વજન, દૂધ ઉત્પાદન ક્ષમતા, વેતરનું સ્તર, ગર્ભાધાનકાળ, ફેટની ટકાવારી, વિયાણ સમયે પ્રમાણ બદલાતી રહેતી હોય છે.
સમતોલ આહાર એટલે શું ?
જીવન માટે અનિવાર્ય પણે જે જરૂરી હોય તેને પોષકતત્વ આહાર કહેવાય. આ રીતે પાણી પણ પોષકતત્વ છે. આ બાબત મુજબ સમતોલ આહારની વ્યાખ્યા નીચે મુજબ કહી શકાય. '' સમતોલ આહાર એટલે જીવન માટે જરૂરી પોષકતત્વો જે ખોરાકમાંથી યોગ્ય ! પ્રમાણમાં મળી રહે તેવા ખોરાકને સમતોલ આહાર કહેવામાં આવે છે. '' પશુ આહારમાં રહેલા પોષકતત્વો / ઘટકો નીચે મુજબ છે.
૧) કાર્બોદીત પદાર્થો
૨) ચરબી
૩) નત્રલ પદાર્થો - પ્રોટીન
૪) ખનીજ દ્રવ્યો
૫) પ્રજીવકો – વીટામીન
૨) ચરબી
૩) નત્રલ પદાર્થો - પ્રોટીન
૪) ખનીજ દ્રવ્યો
૫) પ્રજીવકો – વીટામીન
સમતોલ આહારની જરૂરિયાત શા માટે ? સફળ પશુપાલન માટે પુરતો અને સમતોલ આહાર સૌથી મહત્વનો છે. જેવી રીતે સારી જાતના શકિતશાળી યંત્રને પૂરતું અને યોગ્ય ચાલક બળ મળે તો જ સારું કામ આપી શકે તેવી રીતે સારા વારસાવાળા જાનવરોને પણ પૂરતું અને યોગ્ય પ્રમાણમાં પોષણ મળે કે જે ! સમતોલ આહારમાંથી મળે તે મળી રહે તો જ પોતાની પૂરી વારસાગત શકિત જેટલું કામ કે ઉત્પાદન આપી શકે છે. આ માટે પશુઓને ! સમતોલ આહાર જરૂરી ગણાય, પશુઓને નીચે જણાવેલ હેતુઓ માટે આહાર આપવાની જરૂરીયાત રહે છે.
૧) શરીરના નિભાવ માટે :- પોતાના શરીરની ગરમી ટકાવી રાખવા તથા જીવનને લગતા જરૂરી કામો ચાલુ રાખવા જરૂર પડતી શકિત મેળવવા માટે
૨) કામ અને ઉત્પાદન માટે : - કામ કરતા બળદને શકિત માટે, ગાય કે ભેંસને દૂધ ઉત્પાદન માટે શરીરના નિભાવ માટે જોઈતા આહાર ઉપરાંત વધારાના આહારની જરૂરીયાત રહે છે.
૩) શરીરની વૃધ્ધિ અને વિકાસ માટે : - નાના બચ્ચા ને તેના ઉછેર અને વિકાસ માટે આહારની જરૂરીયાત રહે છે.
૪) ગર્ભની વૃધ્ધિ માટે : - સગર્ભા ગાય-ભેંસને શરીરના નિભાવ અને દૂધ ઉત્પાદન માટે અપાતા આહાર ઉપરાંત ગર્ભની વૃદ્ધિ માટે વધારાના આહારની જરૂરીયાત રહે છે. આમ, જાનવરોના આહારનો મુખ્ય આધાર તેની વય/ઉમર અને જાનવરના વર્ગ ઉપર રહેલો છે. સામાન્ય રીતે પશુઓને પોતાના શરીરના વજનના હિસાબે આહારની જરૂરિયાતની ગણતરી અત્યાર સુધી થતી પરંતુ વર્તમાન સમયમાં પશુઆહારના ઘટકો અને પશુઓની દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતાને અગ્રિમતા આપવી ખૂબ જ જરૂરી છે, તો જ લાંબા સમય સુધી વધુ અને સારું દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખતાં ત્રણ ગ્રુપમાં વિભાજન કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે પશુનો આહાર સુકા દ્રવ્યો (ડાય મેટર બેઝ) થી નક્કી કરવામાં આવે છે.
- પ્રથમ ગ્રુપ માં લધુતમ દૂધ (૫ લિટર થી ઓછું ) તેમાં વજનના ૨.૫% પ્રમાણે
- બીજુ ગ્રુપ મધ્યમ દૂધ (પ થી ૧૦ લિટર ) તેમાં વજનના ૩% પ્રમાણે અને
- મહતમ દૂધ (૧૨ થી ૨૦ લિટર) ૩.૫% પ્રમાણે સૂકા દ્રવ્યોની ગણતરી કરીને આહાર આપવામાં આવે તો વૈજ્ઞાનીક પધ્ધતિ પ્રમાણે સમતોલ આહાર કહી શકાય.
ઉદાહરણ રૂપે : ગાયો - ભેંસોનું વજન ૪00 કિગ્રા હોય તો ૧૨ કિ.ગ્રા સુકા દ્રાવ્યોની જરૂર પડશે જેની ગણતરી આ મુજબ કરાય.
આહારના પ્રકાર પશુ આહારના મુખ્ય બે પ્રકાર છે.
(૧) ઘાસચારો (૨) ખાણદાણ
(૧) ઘાસચારો
મુખ્ય બે વર્ગમાં વહેંચી શકાય. લીલોચારો અને સુકોચારો. ઘાસચારામાં રેસાનું પ્રમાણ ૧૮ % જેટલું હોય છે. સૂકાચારામાં પોષકતત્વો ઓછા અને રેસાનું પ્રમાણ વધારે હોય છે. તેથી વધુ પ્રમાણમાં આપવાની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે જાનવરને તેના વજનના ૨.૫ ટકા જેટલો સુકો પદાર્થ (દ્રવ્ય) આપવો જરૂરી છે. ઘાસચારામાં ઓછી પાચ્યતા ધરાવતા રેસાનું પ્રમાણ વધુ અને કુલ પાચ્ય તત્વ નું પ્રમાણ ઓછું છે. સુકાચારા ની સરખામણી એ લીલોચારો જાનવરોને વધુ ભાવે છે. તેમજ સુપાચ્ય પણ હોય છે. લીલા ચારા માં વિટામિન અને ખનીજ દ્રવ્ય વધુ હોય છે તેમજ કેરોટીન નામનું તત્વ હોય છે। તેમાંથી જાનવર ના શરીર માં વિટામિન એ પેદા થાય છે. લીલાચારાને તડકે સૂકવવાથી કેરોટીન નો સમાવેશ નાશ થાય છે.
લીલાચારા બે પ્રકારના હોય છે.
1) ધાન્યવર્ગ :- જુવાર, મકાઈ, ઓટ, ગીનીદાસ, નેપીયર ધાસ, પેરાઘાસ વગેરે.
૨) કઠોળ વર્ગ :- રજકો, બરસીમ, વાલ, વટાણા, ચોળા, ગુવાર વગેરે
ધાન્ય ચાર કરતા કઠોળ વર્ગના ચારામાં પ્રોટીન અને ચુનાનું પ્રમાણ વધુ હોય છે. આથી વિકાસ પામતા , સગર્ભા અને દુજાણા જાનવરો ને કઠોળ ચારો આપવો જરૂરી છે. ધાન્યચારામાં કાર્બોદીત પદાર્થોનું પ્રમાણ વધુ હોવાથી કુલ પાશ્ચત કઠોળચારો પ્રોટીન સભર અને ધાન્યચારો શકિત સભર હોય છે. પરંતુ એકલો કઠોળ ચારો ખવડાવવા શકયતા હોવાથી કઠોળ અને ધાન્યચારો મિશ્ર કરી ખવડાવવો જરૂરી છે. લીલી કુણી કાચી જુવાર ખાવાથી કે તેમાં હાઈડોસાઈનીક એસીડ નામનું ઝેર હોય છે. જેથી આવો ખોરાક ન ખાય અને જુવારને ફૂલ આ હિતાવહ છે. લીલાચારામાં ૭૦ થી ૮૦ ટકા જેટલું પાણી રહેલ છે એટલે કે ૧૦૦ કિ.ગ્રા. લીલાચારામાંથી 20 થી 30 કી ગ્રા જેટલું સૂકું દ્રવ્ય જાનવરો ને મળેતેથી છે. તેથી એક કી ગ્રા સુકાચારા ની અવેજી માં 3 થી 5
કી ગ્રા લીલોચારો આપવો જોઈએ.
(૨) ખાણદાણ
જે ખાધ પદાર્થોમાં રેસાનું પ્રમાણ ૧૮ ટકાથી ઓછું અને પોષક તત્વનું પ્રમાણ ઉચું હોય તેને દાણ) ખાણ જુવાર, મકાઈ અને ઘઉંનું ભૂસું, તલ, અળસી, કપાસીયા, મગફળી વગેરેના ખોળ, કમૅળનો ચુનો તથા ડાંગર ના કુશકો વગેરે ખાદ્ય પદાર્થો દાણની વ્યાખ્યામાં આવે છે. જાનવરનો કુદરતી ખોરાક ઘાસચારો છે. પરંતુ વૈજ્ઞાનિક સંવર્ધન અને કે દૂધ ઉત્પાદન વધવાથી જાનવરોને પોષકતત્વો વધુ જથ્થામાં મળવા જોઈએ. આ પોષકતત્વો એકલા ઘાસચારાથી પુરા પાડી શકાતા નથી , આથી જાનવરોને ખાણદાણ ખવડાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આમ, ખાણદાણએ જાનવરોનો મુખ્ય આ આહાર છે. ઘાસચારો આપ્યા પછી જાનવરોને જે પોષકતત્વોની જરૂરિયાત પૂરી કરવામાં ઉણપ રહે તેને પરી , ખવડાવવું જોઈએ.
શકિતદાયક, મેંદાયુકત (સ્ટાર્ચ યુકત)દાણ
તેમાં અનાજના દાણા અને તેની આડપેદાશો તેમજ તેલિબિયાનો સમાવેશ થાય છે.
અનાજ : - બાજરી, મકાઈ, જુવાર, જવ, ઓટ, બાવટો, ઘઉં, વગેરે
અનાજ ની આડપેદાશો :- ઘઉંનું થુલું, ચોખાનું થુલુ(તેલ વગર), રાઈસ પોલીશ, મકાઈનું થુલું વગેરે
તેલીબીયા :- કપાસીયા, સોયાબીન, સુર્યમુખી, કરડી વગેરે
છોડા -છોતરા :- અનાજ અને કઠોળના છોતરા-છોડામાં રેસાવાળા તત્વો વધુ હોવાથી દાણ મિશ્રણ માં જથ્થો અથવા કદ વધારવા માટે - પ ટકા જેટલી સુમિશ્રિત દાણમાં વપરાય છે.
અનાજ ના દાણામાં મેંદા યુક્ત તત્વો પC-૮૦ ટકા જેટલા હોય છે. આવા દાણમાંથી પશુઓને વિપુલ પ્રમાણમાં શકિત મળે છે. તેમાં વિટામિન બી સમુહ પણ હોય છે. જયારે કેલ્શિયમ નું પ્રમાણ નહીવત હોય છે. અનાજ આજકાલ મોંઘુ હોવાથી પશુઓને ખવડાવવું જરૂરી નથી તેને બદલે તેની આડપેદાશો વાપરી શકાય, પરંતુ અનાજ સસ્તું હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય.
અનાજ ની આડ પેદાશો માં 50-75 ટકા કાર્બોદિત પદાર્થો તેમજ ૮-૧પ ટકા પ્રોટીન હોય છે. અનાજ પછી અનાજનું થુલું સરસ દાણ છે. કારણકે તે રેચક છે
તેમાં ફોરફરસનું પ્રમાણ ૧ ટકા કરતાં વધુ હોય છે.
રાઈસ પોલીશ માં ૧૨-૧૯ ટકા તૈલીય પદાર્થ હોવાથી તેના ઉપયોગથી પશુઓની કાર્યશકિત વધે છે. તેમાં વીટામીન-બી તથા છે, પણ રહેલા છે. અને મેંદાયુકત દાણમાં મોલાસીસ (ગોળની રસી) નો સમાવેશ થાય છે. જે વાપરવાથી દાણ રૂચી કરે અને સુપાચ્યા બને છે.
વનસ્પતિજન્ય પ્રોટીન યુકત દાણ
આ વર્ગના દાણમાં કઠોળ અને તેની આડપેદાશો તેમજ તેલીબિયાની આડપેદાશોનો સમાવેશ થાય છે. '
કઠોળ :આમ તો તેનો માણસોના આહારમાં ઉપયોગ થાય છે પરંતુ જયારે સસ્તા ભાવે મળતા હોય ત્યારે પશુઆહારમાં વાપરી શકાય. છે. જેમકે, મગ, મઠ, તુવર, એડદ, ચણા, ચોળા વગેરે, તેમાં આશરે ૨૦ - ૩૦ ટકા પ્રોટીન હોય છે .
કઠોળની આડપેદાશો :- કઠોળમાંથી જયારે મીલમાં દાળ બનાવવામાં આવે છે ત્યારે તેની આડપેદાશ તરીકે ચુનો મળે છે. જુદી જુદી ચુનીમાં પ્રોટીન આશરે ૧૬-૩૦ ટકા હોય છે. તેમાં રેસાવાળા તત્વો પ-૧૫ ટકા હોય છે. પ્રોટીન અને રેસાવાળા તત્વોનું પ્રમાણ ચુનીમાં રહેલા કઠોળના ટુકડા તેમજ છોડાના પ્રમાણ ઉપર આધાર રાખે છે.
તેલીબિયાંનો ખોળ :- તેમાં ખાસ કરીને કપાસીયા, મગફળી, કોપરા, સોયાબીન, અળસી, રાયડા, સૂર્યમુખી, કરડી, તલ વગેરેના ખોળનો સમાવેશ થાય છે ખોળ પશુઆહારમાં ઉત્તમ પ્રોટીનયુકત આહાર ગણાય છે. ખોળમાં તેલનું પ્રમાણ નહીવત રહી જાય છે. કપાસીયા તેમજ કરડી અને સુર્યમુખીના ખોળમાં રેસાવાળા તત્વો વધુ હોય છે. મોટાભાગના ખોળમાં લગભગ ૨૨-૪૫ ટકા જેટલું પ્રોટીન હોય છે. મકાઈ ખોળમાં પ્રોટીન ઓછું હોય છે. પરંતુ પલાળવાથી તે ફુલે છે. જેથી દાણનો જથ્થો વધુ દેખાય છે તેમજ તે પશુને ખૂબ જ ભાવે છે. તેમાં ૨-૧૦ ટકા તેલનો ભાગ હોવાથી તેમાંથી શકિત પણ મળે છે,
કુત્રિમ અથવા રસાયણિક પ્રોટીનયુકત તત્વો : - યુરીયા અને એમોનીયમ બાયકાર્બોનેટ એ નોન પ્રોટીનયુકત રાસાયણીક પદાર્થો છે. અને તેનો વધુમાં વધુ ૧ ટકા જેટલો પુખ્ત વાગોળતા પશુઓ માટેના દાણમાં ખોળની કિંમત વધારે હોય ત્યારે પ્રોટીનની માત્રા વધારવા ઉપયોગ કરી શકાય છે. નાના ઉછરતા વાછરડાઓના ખોરાકમાં યુરીયા વપરાતું નથી.
જો તમે તમારા પશુ ઓ ને સમતોલ આહાર માટે યોગ્ય જાણકારી મેળવવા માંગો ચો તો
અમારી સિસ્ટમ સાથે જોડાવ અમારી સિસ્ટમ તમારા પશુઓ ની ઉમર , વજન. એન્ડ તેની શારીરિક સ્થિતિ પ્રમાણે કેવો આહાર ખવડાવો જોઈએ તેની તમામ માહિતી પુરી પાડે છે તો આજે જ જોડાવ Farm 365 Dairy Farm Management Software
No comments