ડીઝાસ્ટર મેનેજમેન્ટની નોકરી છોડીને પ૦ ગાયોનો તબેલો બનાવ્યો : નોકરીને બદલે પશુપાલનને પ્રાધાન્ય તરફ વળતો યુવા વર્ગ
ઉચ્ચ
ડિગ્રી મેળવ્યા બાદ પણ યોગ્ય નોકરી ન મળે તેવા સંજોગોમાં બેરોજગાર યુવાન
હતાશામાં અઘટિત પગલું અથવા નશીલી ચીજોના રવાડે ચડી જાય છે. કંપનીઓ કે
ઈન્ડસ્ટ્રીઝ વ્યવસાયને બદલે ચરોતરમાં મોટાભાગના ખેતી અને પશુપાલન વ્યવસાય
સાથે સંકળાયેલા લોકો આપબળે આર્થિક રીતે સધ્ધર બનીને આગળ વધે તે હેતુથી
પશુપાલન વ્યવસાય ઉત્તમ માર્ગ બન્યો છે. આ વ્યવસાયને વધુ મજબૂત બનાવીને
લોકોને રોજગારી સ્વયં રીતે જ પૂર્ણ કરવાના આશયથી અમૂલના માધ્યમથી દૂધ
મંડળીઓ દ્વારા લોન સહાય આપવામાં આવે છે. જેથી ખેતી ધરાવતા અને પશુપાલન
વ્યવસાય કરવા ઈચ્છુકોને લોન આપીને રોજગારીનું નવું માધ્યમ ઊભું કરવામાં
આવ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન જે-તે દૂધ મંડળી દ્વારા પસંદગીના
ઉમેદવારોને લોનની સગવડ કરી આપીને અંદાજે ૧૧૦૦૦ જેટલા પશુઓમાં વધારો કરાયો
છે. જેમાં હજુ ૫ હજાર ઉપરાંત દુધાળા પશુઓના વધારો થવાની સંભાવના છે. આ
યોજનામાં તારાપુરનું મોરજ ગામ અગેસર્ર બન્યું છે.
સમગ્ર
ચરોતર પંથકમાં એક વર્ષના સમય ગાળામાં ૨૫૦ ઉપરાંત મોટા તબેલાનું આયોજન હાથ
ધરવામાં આવ્યું છે. જેઓ દ્વારા દરરોજ ૫૦૦ થી ૧૦૦૦ લીટર દૂધની આવક મેળવીને
માસિક ૫૦ હજારથી ૩ લાખ રૂપિયાની આવક મેળવીને આર્થિક રીતે વધુ મજબૂત બન્યા
છે. જેમાં નોકરી કે અન્ય ધંધામાં જોતરાયેલા ઘણા લોકો પશુપાલન સાથે
સંકળાયેલા છે. જેમાં ચિખોદરાના પશુપાલક જયંતિભાઈ અગાઉ આઈશર ટેમ્પો તેમજ
ડમ્પર ભાડે આપીને વ્યવસાય કરતા હતા. જેઓએ સમગ્ર ધંધો સમેટીને એક વર્ષથી
પશુપાલનના વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. જેઓ દૈનિક ૧૦૦૦ લીટર દૂધ ભરીને
વાર્ષિક ૩૬ લાખ જેટલી માતબર આવક મેળવે છે.
અમૂલ
દ્વારા મળેલ માહિતી મુજબ આણંદ-ખેડા જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓ દ્વારા
ખેતીલાયક જમીન ધરાવતા હોય અને દૂધ મંડળીમાં કાયમી દૂધ ભરતા હોય, મંડળીને
નિયમિત હપ્તા ભરવા સક્ષમ હોય તેવા સભાસદોની પંસદગી કરીને વાર્ષિક ૧૨.૫૦ ટકા
વ્યાજથી ૧.૨૦ લાખની ગાય ખરીદવા લોન મંજૂર કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત
વર્ષ ૨૦૧૭માં ૧૧૦૦૦ જેટલા પશુઓની ખરીદી કરીને પશુપાલકોને રોજગારી મળી રહે
તે માટે પ્રયાસ હાથ ધરાયો છે. પશુપાલન વ્યવસાય કરવા ઈચ્છુક પશુપાલકોને અમૂલ
દ્વારા તાલુકા પ્રમાણે અગાઉ ૬ દિવસના તાલીમ આપવામાં આવે છે. જેમાં પશુની
જાત, તબેલાઓ બનાવવાની જગ્યા, માવજત થી માંડીને વિવિધ વિષય અંતર્ગત ટ્રેનિંગ
આપવામાં આવે છે.
અમૂલ અને ચરોતર ગ્રામ્ય દૂધ મંડળીના સહયોગથી આણંદ - ખેડા જિલ્લામાં એક
વર્ષમાં ૨૫૦ ઉપરાંત ૫૦ ઉપરાંત ગાયો-ભેંસોની સંખ્યા ધરાવતા તબેલા કાર્યરત
થયા છે. જેના પગલે અમૂલમાં એક વર્ષના સમયગાળામાં અગાઉ કરતાં ૬ લાખ લીટર
દૂધની આવક વધી છે. આણંદ જિલ્લામાં તારાપુર નજીક આવેલ મોરજ ગામમાં સમગ્ર
જિલ્લામાં પશુપાલન વ્યવસાયમાં અગ્ર સ્થાન મેળવ્યું છે. ઉપરાંત કપડવંજ
પંથકમાં નરસિંહપુર, કેવડીયા વગેરે ગામોમાં પણ પશુપાલન વ્યવસાયને વેગ મળ્યો
છે. કાળ-ઝાળ મોંઘવારીમાં એક સમયે આર્થિક સમસ્યા વિક્ટ બનતા નાસીપાસ થઈ
ગયેલા અનેક પરિવારો દૂધાળા પ્રાણીઓના સહારે આર્થિક રીતે પગભર બન્યા
હોવાનું મોરજના પશુપાલક રવિભાઈ પટેલે જણાવ્યું હતું. રવિભાઈ પટેલ
ફાયરસેફ્ટી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં માસિક ૧૭૦૦૦ રૂપિયાની નોકરી છોડીને
પોતાના ભાઈ તપન સાથે મળીને પચાસ ગાયનો તબેલો બનાવ્યો છે. જેમાંથી હાલ તેઓ
દૈનિક ૮૦૦ લીટર દૂધ ભરે છે અને તેમાંથી મહિને આઠ લાખ રૂપિયાની આવક મેળવે
છે.
મોરજ દૂધ મંડળીમાં એક દિવસનું ૬પ૦૦ લીટર દૂધ આવે છે. જેમાં ૩૫૦ ઉપરાંત
સભાસદો હાલ દૂઘ ભરે છે. દૂધ મંડળી સિવાય ગામમાં પાંચ તબેલા આવેલા છે. જ્યાં
બલ્ક મિલ્ક મશીનના ટાંકામાં દૂધ જમા કરે છે જે દૂધ અમૂલ દ્વારા લઈ જવામાં
આવે છે. ગામમાંથી કુલ દરરોજનું ૧૦૦૦૦ લીટર દૂધ અમૂલમાં નિકાસ થાય છે.
ગામમાં ૨૫૦૦ ઉપરાંત ગાયો ભેંસોની
સંખ્યા છે.
`
પશુપાલન વિભાગ દ્વારા સહાય યોજનાઓ કાર્યરત
આણંદ જિ.પં. પશુપાલન વિભાગ
દ્વારા બલ્ક મિલ્ક કુલર, ઓટોમેટીક મિલ્ક કલેક્શન સિસ્ટમ, દૂધઘર બાંધકામ,
મિલ્કીંગ મશીન, પશુ વીમાસહાય,શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ, પશુઓ બાદ સુધારણા,
ઘાસચારાની યોજના સહિતની વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં ૩ હજારથી માંડીને ૯
લાખ સુધીની સહાય યોજનાઓ, સબસીડીની સહાયતા આપવામાં આવે છે.
બોનસ મોટું બેનીફીટ રહે છે : દિપકભાઈ જાદવ
રાસનોલમાં તબેલો ધરાવતા
દિપકભાઈ જાદવે જણાવ્યું હતું કે ગાય-ભેંસના વ્યવસાયમાં ઘાસચારો, દાણ ખર્ચના
૫૦ ટકા બાદ કરીએ તો પણ પશુપાલકને ૫૦ ટકા નફો મળી રહે છે. જે દૈનિક
જરૂરિયાત પૂરી કરે છે. આ ઉપરાતં સારા ગુણવત્તાવાળા દૂધાળા પશુઓ માસિક લાખ-
બે લાખની આવક આપવાની સાથે વર્ષના અંતે દૂધમંડળી દ્વારા દૂધના વળતરમાં બોનસ
પણ ચૂકવવામાં આવે છે.
કંપની કરતા પશુપાલનનો વ્યવસાય વધુ યોગ્ય : ગણપતભાઈ પરમાર, દિવ્યાંગ પશુપાલક
બેડવા નજીક આવેલ મકનપુરા ખાતે
રહેતા ગણપતભાઈ પરમાર દિવ્યાંગ હોવા છતાં મજબૂત વિચારો ધરાવે છે. તેઓએ
એમ.એ.કર્યુ છે અને ચાર વ્યક્તિની સહાયથી પશુપાલનનો વ્યવસાય શરૂ કરીને
આસ-પાસના અન્ય પશુપાલકો, ખેડૂતોને પ્રેરણા આપતી કામગીરી કરી રહ્યા છે.
વિકલાંગ દયાને પાત્ર નથી તે તેમણે પુરવાર કરી બતાવ્યું છે. મોટર સાયકલ પર
અવર-જવર કરીને ઉચ્ચ અભ્યાસ બાદ કોઈ કંપનીમાં નોકરી કરવી એના કરતાં ખુદનો
પશુપાલનનો વ્યવસાય શ્રેષ્ઠ છે. પરંતુ તેમાં લગન, મહેનત અને આવડતની હોવા
જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આગળ વાંચો : દુધાળા પશુ માટે સમતોલ આહાર
wonderful information... gir cow A2 Milk in Nashik
ReplyDeleteCasino Review 2021
ReplyDeleteCasino has received several positive reviews since it started. The casino is licensed by the Malta Gaming Authority and is licensed by the UK 호벳 Gambling Deposit 벳 365 코리아 먹튀 Methods: Skrill, 폰타나 벳 MasterCard, 브라 벗기 미션 Neteller, Paypal, XlMin Withdrawal Methods: 넷텔러 Interac + more